પૂર્વાલાપ/૯૮. કાન્તની સ્મરદશા

Revision as of 16:09, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૯૮. કાન્તની સ્મરદશા


[રાગ ભૈરવી : તાલ ત્રિતાલ]

હા! અગન ઇશ્કની જાગે!
હા! અનહદ લગની લાગે!
સંસારે મસ્ત છું !
તન, મન, ધન, સહુ જલ સમ વિગલિતઃ
હા! હા! હો! મસ્ત છું!

સુતનું હૃદય સહ વળગી;
ક્ષણ પણ નવ કરું અળગી;
નયનસુમણિ શિર કલગી!
હા! હા! હો! મસ્ત છું!

ઇશ્ક છે શી ચીજ તે કવિ મસ્તને પૂછયું ઘટે,
દિલ સુનેરી પાત્રને વૈરાગ્યથી લૂછયું ઘટે;

આતશે ઇશ્ક તે છે, જેમાં સમંદર બલ જાય!
કોરાઓને વેદે કહ્યું : તેમાં અહંતા જલ જાય!

વિભૂતિ વિરલ પરમની,
વિમલ, સુખદ, શી રમણી!
નવલ કુસુમ-શી નમણી!
ક્ષણ પણ ન કરું અળગી!
સુતનું હૃદયથી વળગી!
નયનસુમણિ શિર કલગી!

પારાવારે હો મસ્ત છું.