પૂર્વાલાપ/૧૦૨. હિંદી વીરોને સંબોધન

Revision as of 16:19, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૦૨. હિંદી વીરોને સંબોધન


[રાગ પહાડી : તાલ તિસ્રજાતિ દાદરા, તિસ્રજાતિ દીપચંદી તથા ચતુસ્રજાતિ ત્રિતાલ]

પ્રમાદને છોડી,
કીર્તી તરફ જોડી,
હૃદય સમરમાં ચડો,
આગ્રહથી દોડી;
પાછી પાની જરાયે ના ઘટેઃ

વીરો કશાથી ના ડરે લાખો શરો સામે!
દેશને બચાવવા કે લોકના ભલાને માટે,
જખમ કદી પડે, શ્રમ તનને ચડે,
છતાં અન્ય નહીં ધન્ય :
નવ ડરો, નવ ફરો, શ્રમ હરો,
ઉર ધરો, જય ખરો, નયન ત્યાં ચોડી!