ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સમુદ્ર

Revision as of 17:20, 2 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સમુદ્ર
સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી
નાખ્યો
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનળના પ્રકાશમાં પાણી
જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી
ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ
છે.

સાગરને તળિયેથી જ્યારે હું
બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા
ન હોય.

હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી
આંખોમાં.