ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/હું જીવતો છું

Revision as of 17:24, 2 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <big><big>'''હું જીવતો છું'''</big></big><br> '''રાવજી પટેલ''' <br><br> <poem> ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે. અને ઘોડાની નીચે એક બણબણતી બગાઈ સાલી પ્રત્યેક ક્ષણે મને વિતાડે છે હોય. બગાઈ છે બાપડી. ભલે. પણ હું જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હું જીવતો છું
રાવજી પટેલ

ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે.
અને
ઘોડાની નીચે એક બણબણતી બગાઈ સાલી
પ્રત્યેક ક્ષણે
મને વિતાડે છે
હોય. બગાઈ છે બાપડી. ભલે.
પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!
હું મારા Boss-જીનો Personal telephone
તમાકુના છોડને ઉછેરીએ એવી કાળજીથી
નોકરીને પાલવું છું.
હોય. બોસ છે બિચારો. ભલે.
પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!
ઘરમાં મોટેથી તો હસાય જ નહીં
લેંઘામાં ખણજ આવે ને તોય માળું
વલુરાય જ નહીં
હોય ત્યારે ઘર છે બચારું. ભલે.
પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!
‘યદા યદા હિ ધર્મસ્ય’
‘મુકં કરોતિ’વાળો શ્લોક સ્મરતો હોઉં છું ત્યારે
કોકશાસ્ત્રની ગંદી આવૃત્તિ જેવી બાયડી
મને રોજ ઠૂંસા મારીને રાત બગાડે છે
હોય સાલી એ છે તે ભલે
પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!
રસ્તા પર ગુલમ્હોર છે ને?
બાવળીઓ કહેવું હોય તો જાવ—પણ છે ને?
નં. ૪. ત્રીજો માળ. લીલીછમ બારી. એ પા તો
જોવાય જ નહીં
ક કરવતનો ક બોલાય
ને ન ખાવું હોય તોય બિસ્કીટ લેવાય
ને પાનના ગલ્લા આગળ—ક્ષણીક ઓસરીમાં
રહ્યો રહ્યો મૃત દાદીમાના ઉછંગમાં કૂદાકૂદ
કરી લેવાય. પણ ઘોડીનું લીલી પા
જોવાય જ નહીં. ભલે
પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!
ને ખુરશીમાં ડાળીઓ ઝૂલતી જોઉં છું પાછી.