ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સગપણ ક્યાં છે?

Revision as of 17:36, 2 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સગપણ ક્યાં છે?
પ્રબોધ જોશી

અમે મોર હોઈએ તો –
અમારાં ખરેલાં આંસુ વીણજો

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું –
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.