ઉપજાતિ/ઉપકાર

Revision as of 05:37, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉપકાર| સુરેશ જોષી}} <poem> ઉન્નિદ્ર તારાં નયનોની પાંપણો જો બીડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉપકાર

સુરેશ જોષી

ઉન્નિદ્ર તારાં નયનોની પાંપણો
જો બીડવા ચાહતી હોય ભાર તો
કરી શકું એ ઉપકાર આજે,
જરૂર હું કેવળ તારી કાજે.
કાં કે ઉરે આ હમણાંનું મારે
કો દર્દ એવું ગયું પેસી ભારે
કે ભાર મારો મુજને જ મારે!

એ ભારથી પાંપણને બીડી દઉં?
ને સ્વપ્નમાં ક્હે રમતી કરી દઉં?