પરકીયા/રાતનો જનમ થતો નહીં

Revision as of 08:52, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાતનો જનમ થતો નહીં| સુરેશ જોષી}} <poem> દિવસ સરી જતો એના જ સ્થાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાતનો જનમ થતો નહીં

સુરેશ જોષી

દિવસ સરી જતો
એના જ સ્થાનિક સ્મશાન ભણી,
અને, રોટલા અને પડછાયા વચ્ચે
મઢાઈ ગઈ છે મારી છબિ:
હું બારી આગળ ઊભો છું,
જે બનતું નથી તેના તરફ મીટ માંડી રહ્યો છું.
જળની કાળી પાંખ ઢળી આવે છે
મારા હૃદય પર
જેને કદાચ ત્યાં,
એ બારી આગળ જ, હું ભૂલી આવ્યો છું.
હવે હું એ કાળો પ્રકાશ
ખોઈ બેઠો છું.
મને તારું મન્થર ગતિએ વહેતું લોહી આપ,
શીતળ
વર્ષા,
તારો એ ભયંકર પ્રસાર આપ!
જીર્ણ થઈ ગયેલાં
એ બંધ બારણાંની
ચાવી મને ફરી સાચવવા આપ.
એકાદ ક્ષણ માટે,
અલ્પ જીવન માટે
મારો પ્રકાશ લઈ લે;
મારી વેદનાને
મારાં એકલવાયાપણાંને
ઓળખી લેવા દે.
સંધ્યાની જાળમાં તરફડતા
વર્ષાના એ ધ્રૂજતા હાથને
મારા અસ્તિત્વમાં
આવકારવા દે.