પેલી તરફ જવા હું દાખલ થયો અરીસાની અંદર ને મારું પ્રતિબિંબ આ તરફ નીકળ્યું બહાર... અમે બંને એકમેકમાંથી પસાર થયા આરપાર... તોય કેમ હજીયે સાવ અજાણ્યા?!