ફેંકાયેલા ઢેખાળાની જેમ ચંદ્ર પડ્યો વાવના અંધ જળમાં– ભફાંગ! જરઠ લીલ પહેલાં તો વિ ખ રા ઈ ગ ઈ. પણ પછી ધી...રે ધી... રે ધી...રે.... ફરી પાછી જોડાઈ ગઈ! જાણે કશું બન્યું જ ન હોય એમ! ચંદ્ર વાવની ગર્ભ-કોથળીમાં કેદ!