ઇતરા/તારી બે આંખોનો સૂર્ય

Revision as of 04:51, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારી બે આંખોનો સૂર્ય| સુરેશ જોષી}} <poem> તારી બે આંખોનો સૂર્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તારી બે આંખોનો સૂર્ય

સુરેશ જોષી

તારી બે આંખોનો સૂર્ય અને ચન્દ્ર જોડે ગુણાકાર કરું,
તારા કેશના અન્ધકારમાંથી અમાસની રાતની બાદબાકી કરું,
તારા ઝાંઝરના ઝણકારને મારા નિ:શ્વાસથી ભાગી નાખું,
એ ત્રણ રકમના સરવાળાનો તારા કટાક્ષથી છેદ ઉરાડું;
એનો જે શેષ વધે તેને તારી મોંફાડની મંજૂષામાં મૂકી દઉં;
પછી એને મારા બે હોઠથી વાસી દઉં.

ઓગસ્ટ: 1962