સન્તુરમાંથી ફોરતા પીલુના કેસરિયા સ્વર જેવો શ્રાવણ તારા દેહમાં રોપાયો. ચીતરાયો. મીંડમાં રેલાતું લેાહી કાનના ગુલાબો પર વરસ્યું. મસૃણ ટેકરીઓ નાચી ઊઠી દ્રુત-ત્રિતાલમાં. રાનેરી ક્ષિતિજની તિરાડમાંથી ભૈરવી-મઢ્યું પરોઢ પાંખો ફફડાવતું ઊડ્યું!