મારી આંખોના અંધારાથી સળગી ઊઠે છે ઘાસના પૂળાઓ. એ આગની લપેટમાં મારું આખું શરીર પણ નષ્ટ થઈ જાય છે. અસ્થિફૂલો યે પાણીમાં વહી જાય છે, છતાં અકબંધ રહે છે મારી આંખોનું અંધારું! ❏