નદીની સુક્કીભઠ્ઠ રેતીમાં દાઝતા
છેલ્લા શ્વાસ લેતા મગર તરફડી રહ્યા છે,
હવે તો આ નકામો જ આડે આવતો
નદી પરનો પુલ તૂટી જાય,
ટ્રેનો ઊથલી પડે નીચે,
તો અંત આવી જાય, આ મગરનો.
અને પાણીની શોધમાં
એક ગામથી બીજે ગામ
રઘવાયા થઈને ભટકતા આ મુસાફરોનો.
હવે તો બસ, આ ભડકે બળતી રેતીને જ
મુઠ્ઠા ભરીને ખાવાની,
આ જ રેતીમાં નવપરિણીતાએ.
પગલાં પાડવાનાં,
અને આ જ રેતીનો વેપાર કરવાનો.
રેતીમાં વંટોળ આવે ત્યારે પણ
આંખો ખુલ્લી રાખીને જોવાનાં,
પાણી વગર જીવતાં શીખી ગયેલાં
મગરનાં, બચ્ચાંને.