કિન્નરી ૧૯૫૦/ઉરનાં દ્વાર

Revision as of 01:09, 23 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઉરનાં દ્વાર


મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર!
મહીં મળ્યો માનવનો મેળો, હું જ રહ્યો રે બ્હાર!
લખ આવે, લખ જાય,
થાય શી ભીડમાં ઠેલંઠેલ!
નવ ‘આવ’ મને ક્હેવાય,
અવરને રસની રેલંછેલ
ખાલી ખોબે બ્હાર ઊભો છું, અંદર રસની ધાર!
જગને દીધું ઠામ,
અરે, ત્યાં મારો તે શો ભાર?
આ તે કેવો ડામ?
દીધો તેં પોતાને જાકાર!
હળવે પૂછું  : હૈયા, તારો હું જ ન પામું પાર?
મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર!

૧૯૪૯