કોણ રે મારા મનમાં આવી ર્હેતું,
બ્હારથી એના સૂરનો બાંધી સેતુ?
જાણું ના તોયે કોઈની આશે
મીટ માંડી મેં નીરવતાને આરે,
કોણે રે ત્યાં મિલનપ્યાસે
ગીત ગાયું આ શૂન્ય સાગરપારે?
અબૂઝ મારું અંતર આવરી લેતું,
કોણ રે આવી અકળ કથા ક્હેતું?
ભીતર આજ તો સભર ભર્યું,
અંતરઆસન આજ નથી રે ખાલી;
ભાલ સોહાગનું તિલક ધર્યું,
અધરે ધરી મિલાપની રે લાલી!
સંગીત જેનું સારાયે વિશ્વમાં વ્હેતું,
એની વેદના મારું મન હસીને સ્હેતું!
૧૯૪૭
{{HeaderNav2 |previous = ઉરનાં દ્વાર |next = જલધિને આરેકોઈ બ્હાને