આજ વસંતવેણુ વાઈ રહી, મારે ઉર ઉદાસી છાઈ રહી! પલાશપિયુના નવપરિચયમાં, મલયલહર શી મંજુલ લયમાં લલિત રાગિણી ગાઈ રહી; મારે ઉર ઉદાસી છાઈ રહી! ગુનગુન ધૂનમાં અલિદલ ગુંજે, કલિકલિ એને કાનનકુંજે અમ્રિત રસ જ્યાં પાઈ રહી; મારે ઉર ઉદાસી છાઈ રહી! ૧૯૪૩