રાતદિન, દિનરાત, અંતર, તારી આલેખું છું વાત! વસંતમંદાસ્રગમાલિનીછંદે, ગીતના સ્વરમય શતશત લયઆનંદે, તોય ઊંડી ના ઊઘડે તારી ભાત! માન્યું કે સૌ અંગભંગ અંકાયા, એ જ ક્ષણે તુજ મરોડ રે વંકાયા; નિત નિતની રે જૂજવી તારી જાત! ૧૯૫૦