પરિપૂર્ણ પ્રણયની એક ઘડી, જાણે મધુર ગીતની ધ્રુપદ કડી. એના સહજ સરલ સૌ પ્રાસ, જાણે જમુનાતટનો રાસ; એનો અનંતને પટ વાસ, અણજાણ વિના આયાસ જડી. એનો એક જ અંતરભાવ, બસ ‘તુંહી, તુંહી’નો લ્હાવ, એ તો રટણ રટે : પ્રિય, આવ, આવ, અવ આવ અંતરા જેમ ચડી!