ચંચલ ક્હે ‘ચાલ, આજને જે ભૂલે તેને ભૂલી જતી કાલ!’ પલપલ એ જ એક વેણ, વદી રહ્યું નદી કેરું વ્હેણ, કલકલ છલછલ તરંગને તાલ. અજાણ છે અચલના આરા, જાણ્યા સૂર્યચન્દ્રગ્રહતારા, દેહનું રે વય અને હૃદયનું વ્હાલ.