ન ફૂલ ને ફોરમ તોય ફોરતી, વ્હેતી હવામાં હળુ ચિત્ર દોરતી. અવ સુ-વર્ણ બધી જ ક્ષણેક્ષણ, દિશદિશે પ્રસર્યું અહીં જે રણ ત્યાં વેળુમાંયે મૃદુ શિલ્પ કોરતી. મધુર આ ઉરમાં પ્રગટી વ્યથા, ક્ષણિકમાં ચિરની રચતી કથા, સૌંદર્યની સૌ સ્મૃતિ આમ મોરતી.