આ વિહંગ,
શું વિરાટ, તીક્ષ્ણ તેજ, સ્નિગ્ધ અંગ અંગ;
શી પ્રલંબ ફાળ!
પર્ણહીન વૃક્ષની અહીં વિશાળ ડાળ
તે પરે કરે વિરામ, તે ક્ષણેય પાંખ તો પ્રસારતું,
વિહાર વેગવંત દૂર ઓ... સુદૂર,
ઊડવું જ ઊડવું, ન ધૈર્ય ધારતું;
ન નીડમાં, નભે જ ગીત ગાય એકસૂર;
સ્હેલતું, સદાય સ્હેલતું,
પરંતુ શું સુભાગ્ય કે ઈંડું ન મેલતું!