પુનશ્ચ/પાસે, દૂર

Revision as of 00:01, 29 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પાસે, દૂર

સ્ત્રી : પાછા આવો, તમે ક્યાં છો ?
પુરુષ : દૂર દૂર, તમે જ્યાં છો.
સ્ત્રી : હું તો અહીં છું પાસે, તમારી સામે.
પુરુષ : તમે સામે છો એવો ભ્રમ તમને ભલે થાય,
          પણ તમે પાસે નથી, એથી મારું મન દૂર દૂર જાય;
          પાસે, દૂરનું રહસ્ય તમારું મન ક્યારેય નહિ પામે.

૨૦૦૬