પુનશ્ચ/સૌંદર્ય અને સત્ય

Revision as of 00:08, 29 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સૌંદર્ય અને સત્ય

સ્ત્રી : તમે કમળની પાંખડીઓ તોડી નાખી
          ને પછી એની દાંડી હાથમાં રાખી
          ‘આ સૌંદર્ય છે.’ એમ મને જે કહ્યું
          એમાં ક્હો, સત્ય ક્યાં રહ્યું ?
પુરુષ : તમે પાંખડીઓ તોડી નાખો કે ન નાખો
          ને દાંડી હાથમાં રાખો કે ન રાખો
          પાંખડીઓને તો ખરવું જ રહ્યું
          એ સત્ય તમે ના ગ્રહ્યું !

૨૦૦૪