ક્હેશો મને આ તે આરંભ કે અંત ? તમે જેમ ચાલો, તેમ પંથ લાંબો; પછી જે આંબવું તેને ક્યારે આંબો ? તમે ચાલવાનો નહિ મેલો તંત ? અંતમાં આરંભ, આરંભમાં અંત ? તમે મેલો હવે એવી બધી ખંત, આપણું આ આયુ નથી કૈં અનંત. ૨૦૦૫