૮૬મે/એક જ્યોત

Revision as of 00:05, 30 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક જ્યોત

હવે મને કોઈ દુ:ખ નથી,
હવે મને તમારા દેહની ભૂખ નથી.

મેં તમારી આ આંખોમાં એક જ્યોત જોઈ,
ને તમારી આંખોમાં મેં મારી આંખો પ્રોઈ;
એ જ્યોતની જ્વાળામાં શું ઝાઝું સુખ નથી?

હવે આપણા દેહમાં ક્યાંય કામ નથી,
આપણાં કોઈ રૂપ ને કોઈ નામ નથી;
હવે આપણે પરસ્પર સન્મુખ નથી.

૨૦૧૦