આભ અનરાધાર, નક્કી, મેઘ ઠંડોગાર, નક્કી. શ્વાસની સરતી જમીને, સ્પર્શના સંચાર, નક્કી. કોઈનો ક્યારે ભરોસો? સર્વના વહેવાર નક્કી. આજ વરસે, કાલ વરસે, છે બધા અણસાર નક્કી. છોડ ખોટા તાયફાઓ, મોત છે ખૂંખાર, નક્કી. ૪-૫-૨૦૦૮