ખારાં ઝરણ/ઝાડ પડે ત્યારે શું થાય
ઝાડ પડે ત્યારે શું થાય?
પંખી આભે રહેવા જાય?
પાણીમાં પરપોટા થાય,
રણને એનું બહુ ચૂંકાય.
કોણ હલેસે હોડીને?
વાયુ કૈં ઓછો દેખાય?
શ્વાસોની ધક્કા-મુક્કી,
દેહ બચાડો બહુ બઘવાય.
હું છું તો ‘ઇર્શાદ’ જીવે,
આવું કોને કોને થાય?
૨૦-૩-૨૦૦૯