- ‘વિરહ’ એટલે પોતે સર્જેલા ચિત્રને દૂરથી જોયા કરતો ચિત્રકાર.
- ‘વિરહ’ એ નિકટની દૂરતાનું નામ છે!
- વિરહમાં જે બાદ થયું હોય તે શેષ રહે છે.
- વિરહ એ નજીકની દૂરતા અને દૂરતાનું સામીપ્ય હોય છે.
- વિરહની દૂરતામાં કોઈ માઈલસ્ટોન નથી હોતા.
- વિરહ એટલે ખેતરની માટીને વધારે ‘પક્વ’ કરતું કોરું ચોમાસું.
- વિરહ એ દૂર દેખાતી જ્યોતિ છે, ભયસૂચક દીવાદાંડી નથી.
- માણસને માણસની, સહરા જેવી તરસ લાગે તે વિરહ.
- વિરહમાં ‘વિભક્તિ’ પણ ‘સંધિ’ બની રહે છે!
- વિરહ એકદંડિયા મહેલમાં રહે છે!
- વિરહમાં દૂરતા છે, પણ તે માપવાની મેઝરટેપ નથી.
- પોતાના ચાહવાની ટેવ પાડે છે તેને વિરહનો ભય રહેતો નથી.
- વિરહ : અજંપાનો શાંત કોલાહલ.
- નજીકનું માણસ જ દૂરતાનો વિરહ આપે છે.