અનુનય/એક પંખીની વાત

Revision as of 00:34, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક પંખીની વાત

કીકી જેવી તલાવડી ને પાંપણ જેવું ઝાડ,
પલકારાનું પંખી આ પળ જળમાં, આ પળ ડાળ.
પંખીની પાંખો સોનાની ને રૂપાની ચાંચ,
પીછાંના રંગોની લાગી આકાશોને આંચ.

બ્હેરાં-મૂંગાં આકાશોના કાન ખૂલ્યા ને જીભ,
એકબીજા શું બોલેસુણે, અંતરિયાળી પ્રીત!
પ્રીત જુઓને કેવી ઘેલી! કેવી પ્રીતની પીડ!
તરફડતાં તરણાંથી બાંધે આકાશોમાં નીડ!

નીડ ક્યહીં ને બીડ ક્યહીં! આ મસમોટું વેરાન,
દિવસે ભડકે બળે, રાતરે મેશતણું મેદાન.
મેદાનોને છેડે પેલી ક્ષિતિજ પાતળી ધાર;
વિરહા જેવી વાગે
પંખી પાંખ કપાતી ઝીલે
ક્યાંથી નમતા નભનો ભાર?

૨૪-૨-’૭૭