અનુનય/આંસુડે વરસાદ પડ્યો –

Revision as of 01:07, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આંસુડે વરસાદ પડ્યો––

આંસુડે વરસાદ પડ્યો ને ખેતરમાં ખારાશ;
હવે ઊગવું ક્યાંથી રણમાં એક ઝીણુંયે ઘાસ!

ડૂસકે ડૂસકે ગયાં દબાઈ આભ–ઊંચેરા પ્હાડ;
હવે ઝરણ ક્યાં! ભૂકો થૈને ઊડે હવામાં હાડ!

વજોગની વીજળીએ સળગી ગયા વનોનાં વન;
હવે ફૂલફળ કેવાં! તડતડ રહ્યાં તતડતાં મન!

ગયા ગુલાબી ચાકરીએ ને મને મેડીએ મૂકી;
ભીને વાયરે ભડકા ઊઠે, ઘરની ગાય વસૂકી.

સાંભળતાં આવ્યાં તે સાચું; પ્રીત ન કરિયો કોઈ
ભૂલી ગયાં ભાયગના દોષે, અમરવેલ આ બોઈ!

૨૪-૪-’૬૯