તારાપણાના શહેરમાં/કુંડળી ગઝલ

Revision as of 01:04, 13 May 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><poem><big><big>'''કુંડળી ગઝલ'''</big></big></poem></center> {{Block center|<poem> <center>(કબીર સાહેબની રજા સાથે)</center> ઘરમાંથી ઘર નીકળે ઘેર ઘેર ફેલાય ઘરમાં પાછું આવતાં ઘરનું ઘર થઈ જાય ઘરનું ઘર થઈ જાય તોય રહેનારો બેઘર બિસ્તર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુંડળી ગઝલ

(કબીર સાહેબની રજા સાથે)

ઘરમાંથી ઘર નીકળે ઘેર ઘેર ફેલાય
ઘરમાં પાછું આવતાં ઘરનું ઘર થઈ જાય

ઘરનું ઘર થઈ જાય તોય રહેનારો બેઘર
બિસ્તર બાંધી નીકળે જવું હોય નહિ ક્યાંય

જવું હોય નહિ ક્યાંય સાવ હવાની જેવું
અમથું અમથું ચાલતાં ક્ષિતિજ પાસે જાય

ક્ષિતિજ પાસે જાય અને ઘર જેવું લાગે
ધરતી પૂછે આભને આ માણસ ક્યાં જાય?