હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ન કશુંય કહ્યું અને નામ લિયો

Revision as of 02:30, 3 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ન કશું ય કહ્યું અને નામ લિયો


ન કશું ય કહ્યું અને નામ લિયો
અપલક બહુ મૌનથી કામ લિયો.

ન ઝુકાવી નજર તો ઉઠાવી નયન
ન લિયો મને આમ તો આમ લિયો.

ઝગે ઓસ ઉજાસમાં જેમ સકળ
મને એક નજરમાં તમામ લિયો.

કળી ખીલતાં જેટલો શોર કરે
લિયો એટલા શોરે સલામ લિયો.

અડે જેમ ત્વચાને શિયાળુ કિરણ
મને ચુપ બહુ ચાપ મુદામ લિયો.