કાવ્યમંગલા/પ્રારંભિક

Revision as of 15:02, 28 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.


કાવ્યમંગલા





સુન્દરમ્







સુન્દરમનાં પુસ્તકો


કવિતા : કડવી વાણી ૧૯૩૩, કાવ્યમંગલા ૧૯૩૩, રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯, વસુધા ૧૯૩૯, યાત્રા ૧૯૫૧ વાર્તાઓ : હીરાકણી ૧૯૩૮, પિયાસી ૧૯૪૦, ઉન્નયન ૧૯૪૫, તારિણી ૧૯૭૭, પાવકના પંથે ૧૯૭૭ નાટકો : વાસંતી પૂર્ણિમા ૧૯૭૭ અનુવાદો : મૃચ્છકટિક (સંસ્કૃત) ૧૯૪૮, કાયાપલટ ૧૯૬૧, જનતા અને જન ૧૯૬૫, ઐસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી). ચિંતનાત્મક ગદ્ય : દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧, અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬, શ્રી અરવિંદ મહાયોગી (યોગ) ૧૯૫૦, અવલોકના (વિવેચન) ૧૯૬૫, ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮, (વિચારસંપુટ : ત્રણ ગ્રંથો ૧૯૭૮) સાહિત્યચિંતન (સાહિત્યવિષયક અધ્યયનો), સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો), सा विद्या (તત્વચિંતન), * તપોવન (સુન્દરમ્ વિષેનો અધ્યયન ગ્રંથ : સં. સુરેશ દલાલ) ૧૯૬૯



Gautam Buddha pic in KavyaMangala.png
બુદ્ધનાં ચક્ષુ
‘ભલે ઊગ્યાં વિશ્વે નમન નમણાં એ પ્રભુતણાં.’


કાવ્ય મંગલા

સુન્દરમ્


અરે, મારી ભોળી શિશુક કવિતાને હજી નથી
મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ, ભમે આજ અટુલી
સુગ્રંથ્યાં વિશ્વોમાં બસુર સ્વરથી, કાવ્યઘડુલી
મહા સત્યાબ્ધિમાં સ્થિર તરણ અર્થે મથી રહી.





⦿ પ્રકાશક ⦿
આર. આર. શેઠની કંપની પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧

SUNDARAM KAVYAMANGALA, Poetry R R Sheth & Co., Bombay-Ahmedabad 1980 891·471

© સર્વ હક્ક કર્તાને સ્વાધીન

આ સંગ્રહમાંનાં કાવ્યોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવા પહેલાં કર્તાની સંમતિ મેળવવી જરૂરની છે.

મુદ્રણો પહેલી આવૃત્તિ ૧૧૦૦ જન્માષ્ટમી ૧૯૮૯, ૧૯૩૩ બીજી આવૃત્તિ ૧૬૫૦ રથયાત્રા ૧૯૯૪, ૧૯૩૮ ત્રીજી આવૃત્તિ ૧૧૫૦ જન્માષ્ટમી ૨૦૦૯, ૧૯૫૩ ચોથી આવૃત્તિ ૨૨૫૦ શ્રાવણ ૨૦૧૪, ૧૯૫૮ પાંચમી આવૃત્તિ ૧૧૫૦ ચૈત્ર ૨૦૧૭, ૧૯૬૧ પુનર્મુદ્રણ ૨૨૫૦ જ્યેષ્ઠ ૨૦૧૮, ૧૯૬૨ પુનર્મુદ્રણ ૨૨૫૦ શ્રાવણ ૨૦૨૦, ૧૯૬૪ પુનર્મુદ્રણ ૧૧૫૦ અષાડ ૨૦૩૦, ૧૯૭૪ પુનર્મુદ્રણ ૧૧૫૦ અષાડ ૨૦૩૩, ૧૯૭૭ પુનર્મુદ્રણ ૧૭૦૦ જ્યેષ્ઠ ૨૦૩૬, ૧૯૮૦


મૂલ્ય રૂ. ૧૭-૫૦


પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ
આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦૦૦૨
અમદાવાદ ૩૮૦૦૦૧
મુદ્રક
જુગલદાસ સી. મહેતા
પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી
સોનગઢ ૩૬૪૨૫૦
 





ગુરુજનોને


જેનાં પોષણ, પ્રેરણા, અનુભવો, સદ્‌ભાવ ને આશિષો
વર્ષ્યાં, ને મજની સુષુપ્ત વિકસી હૈયાકળી ને ફળી,
એ માયામમતાકૃપામૃતભર્યા નક્ષત્રની રાજિ શા
રાજંતા ગુરુઓતણાં ચરણમાં આ કાવ્ય મારાં ધરું.