રમણીક અગ્રાવતની કવિતા/બપોરનું રેલક્રોસિંગ

Revision as of 02:48, 18 August 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. બપોરનું રેલક્રોસિંગ|}} {{Block center|<poem> તાડ ઝાડની ટોચે અધમીંચી આંખે બેઠો શકરો તાડ-થડિયે હગતો હાઇ-વેનો ડ્રાઇવર ચોકડી પર લુસ લુસ પોરો ખાતી ટ્રક ટ્રકની પાછળ ટ્રક, પાછળ ટ્રક, રિક્ષા, બસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪. બપોરનું રેલક્રોસિંગ

તાડ ઝાડની ટોચે અધમીંચી આંખે બેઠો શકરો
તાડ-થડિયે હગતો હાઇ-વેનો ડ્રાઇવર
ચોકડી પર લુસ લુસ પોરો ખાતી ટ્રક
ટ્રકની પાછળ ટ્રક, પાછળ ટ્રક, રિક્ષા, બસ સ્કૂટર તડકો
રેલક્રોસિંગની ઓરડીમાં
લીલી ઝંડીને ટેકે ઝોકતો સાંધાવાળો
રેલ-લાઈન પર લામ્બોલસ ફળફળતો સૂરજ
વ્હીસલથી કપાય ધડાધડ
વેરણછેરણ કપચી પર ખટાખટ તડકો
તડકોતડકો તડકોતડકો તડકોતડકો...