રમણીક સોમેશ્વરની કવિતા/અધૂરો કંપિત કાંડ

Revision as of 15:34, 21 August 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. અધૂરો કંપિત કાંડ|}} {{Block center|<poem> ૧ લાવા ઓકતા જ્વાળામુખી પર ઊ ભી ને લખી શકું તો લખું હવે કવિતા બધું જ તળેઉપર કરી નાખતી ધ્રુજારીનો ક્યાંથી લાવું લય? ભાષા! પૃથ્વીના પે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૨. અધૂરો કંપિત કાંડ

 

લાવા ઓકતા જ્વાળામુખી પર

ભી
ને
લખી શકું
તો લખું હવે કવિતા
બધું જ તળેઉપર કરી નાખતી ધ્રુજારીનો
ક્યાંથી લાવું લય?
ભાષા!
પૃથ્વીના પેટાળમાં
માઈલો ઊંડે ચાલતા કંપનમાં
અટવાઈ ગઈ છે
એ ભાષાની
આપો મને લિપિ
મારું ચાલે તો
એક ઝીણી લકીરમાં ચીતરુું આકાશ
ધરતી-સમુદ્ર-આકાશને
હવે હું જુદાં નથી પાડી શકતો!


કાટમાળનો ઢગલો
ને પાસે
તાજી વિયાએલી બિલાડી
ઓહ!
બિલાડીની આંખોમાં
ચકરાવા લેતું
અગાધ
ઊંડાણ!