રમણીક સોમેશ્વરની કવિતા/વરસાદી સવારે
૬૦. વરસાદી સવારે
અસ્થિપિંજર ઝાડનું
પંખી અડ્યું
ત્યાં
આભ થઈ પ્રસરી ગયું
ને વાદળાં
વૃક્ષો સમાણાં
સ્થિર થઈ
જોતાં રહ્યાં
મેઘ
રણઝણતી સિતારી શો
રણકતો
મંદ્ર
બસ,
વરસ્યા કરે છે ક્યારનો
ઉર્વરા ધરતી
વનોનાં સ્વપ્ન જોતી
ઝીલતી
ને
ખીલતી