પન્ના નાયકની કવિતા/માતૃભાષા
Revision as of 02:44, 23 August 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. માતૃભાષા|}} {{Block center|<poem> આપણને જે ભાષામાં સપનાં આવે એ આપણી માતૃભાષા. મને હજીય ફિલાડેલ્ફીઆમાં સપનાં ગુજરાતીમાં આવે છે. પણ મારી આસપાસના ગુજરાતીઓ ઉમાશંકરની છબિ જોઈને સતત પૂછ્ય...")
૩૨. માતૃભાષા
આપણને
જે ભાષામાં સપનાં આવે
એ
આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીઆમાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)