પન્ના નાયકની કવિતા/આઠે પહોર આનંદ

Revision as of 03:29, 23 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫૧. આઠે પહોર આનંદ

અમેરિકન
નગર વચ્ચોવચ્ચ
મેં જ ઊભા કરેલા
આનંદની ઈંટોથી ચણેલા
આનંદી સંગીત ઝરતી દીવાલોથી બાંધેલા
આનંદી તડકાથી રંગેલા
આનંદ વેરતા ફર્નિચરથી શણગારેલા
લીલોછમ આનંદ પ્રસારતા છોડવાથી મહેકતા
કોઈ છીનવી ન શકે એવા
આનંદ-ઘરમાં
હું રહું છું અને જીવું છું
મારે આઠે પહોર આનંદ, આનંદ, ગંગાબહેન...’