રાજેન્દ્ર પટેલની કવિતા/સફરજન

Revision as of 01:40, 25 August 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. સફરજન|}} {{Block center|<poem> સફરજનને નડે નહીં કોઈ ભાષા સફરજન, સફરજન. સુંદર મોહક સફરજન લાળથી કાપી શકાય; જીભ, હોઠ ને દાંતથી ચાટી શકાય; પણ શબ્દોથી પુચકારતાં વધતો નથી સ્વાદ. બારી પાસે પડ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫. સફરજન

સફરજનને
નડે નહીં કોઈ ભાષા
સફરજન, સફરજન.

સુંદર મોહક સફરજન
લાળથી કાપી શકાય;
જીભ, હોઠ ને દાંતથી ચાટી શકાય;
પણ શબ્દોથી પુચકારતાં વધતો નથી સ્વાદ.

બારી પાસે પડ્યું
લાગે બાળક જેવું હસતું.
જમીન તરફ ધસતું
મગરની લાલઘૂમ આંખ જેવું.

સફરજન કોને ના ભાવે?
મને તો ખૂબ ખૂબ ભાવે.
એને ખાઈ શકાય શબ્દોથી, ભાષાથી?

સફરજન
જોઈ રહે મને ટગર ટગર
જાણે શબ્દ વગરની ભાષા
સફરજન, સફરજન.