વાર્તાનું શાસ્ત્ર/સર્જક-પરિચય

Revision as of 01:39, 1 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સર્જક-પરિચય

ગિજુભાઈ ભગવાનજી બધેકાનો જન્મ ભાવનગરમાં ૧૫મી નવેમ્બર ૧૮૮૫ના થયો હતો. અને અવસાન ૨૫મી જૂન ૧૯૩૯ના રોજ થયું હતું. કલદાર અને મોભાદાર વકીલાત છોડીને શિક્ષકનો વ્યવસાય પસંદ કરે છે. આ શિક્ષક શિક્ષણમાં પણ ક્રાંતિ કરે છે. એમણે શિક્ષણને એક આપદધર્મ ગણી જિંદગીભર બાળકેળવણીને જ વરેલા રહ્યા. એમણે દેશ-વિદેશના વર્તમાન કેળવણીપ્રવાહોનો અભ્યાસ કર્યો અને પોતાના અનુભવમાં નાખીને અમુક નવા વિચારોને કેળવણીમાં દાખલ કરવા; અધ્યાપનની એક નવી અને આનન્દદાયક રીતિ શોધી કાઢી. પોતાના અનુભવના નિચોડરૂપ જે કંઈ લખ્યું તે નક્કર લખ્યું. ક્યાંક અનુવાદો કરીને, વિદેશી જ્ઞાનને પોતીકું કરી ગમતાનો ગુલાલ કર્યો. એમણે બાળ-સાહિત્યનાં અને કેળવણીનાં ઘણાં પુસ્તકો લખ્યાં. એ આજે સો વર્ષે પણ પ્રસ્તુત છે. ‘ઇસપની કથાઓ, બાળસાહિત્યગ્રંથમાળા, દિવાસ્વપ્ન, બાળસાહિત્ય વાટિકા મંડળ એક અને બેનાં મળીને બેતાલીસ પુસ્તકો, મહાત્માનાં ચરિત્રો જેવાં પુસ્તકો આપ્યાં છે. સ્કોટીશ શિક્ષણવિદ એ. એસ. નીલના એક પુસ્તકનો અનુવાદ ‘રખડું ટોળી’ નામે કરેલો. એમણે કરેલી શિક્ષણ વિશેની આજીવન સેવાના પ્રદાન માટે ‘રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવેલો. આમ ગિજુભાઈને બાળશિક્ષણ વિષયક સાહિત્ય, કિશોર સાહિત્ય, બાળસાહિત્યમાં પહેલી જ વાર દૃષ્ટિપૂર્વકના પ્રદાનને લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે.

-પ્રવીણ કુકડિયા