કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મોરલી

Revision as of 01:01, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧. મોરલી

મોરલી અમથી નહીં મીઠી મીઠી વાગે
કે મોરલીના સૂરમાં જમુનાનાં વ્હેણ છે;
મોરલી અમથી નહીં મીઠી મીઠી લાગે :
કે મોરલીના સૂરમાં માધવનાં ક્હેણ છે!

કે મોરલીમાં ઝૂલે કદમ્બની છાયા
કે મોરલીમાં મ્હેકે મોહનની માયા
મોરલી મારગ રોકીને દાણ માગે :
કે મોરલીના સૂરમાં ગોરસનું ઘેન છે!

કે મોરલીના સૂરનો શ્યામ રંગ ફરકે;
કે મોરલીના સૂરમાં મોરપિચ્છ મરકે.
મોરલીમાં ભવભવની ઓળખાણ જાગે :
કે મોરલીના સૂરમાં ક્હાનાનાં નેણ છે!

૧૯૬૩(કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૧)