અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દ પરીખ/અક્ષર

Revision as of 04:52, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અક્ષર|મુકુન્દ પરીખ}} <poem> એ ક્ષણ આ ક્ષણ અને પેલ્લી અક્ષર લઈને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અક્ષર

મુકુન્દ પરીખ

એ ક્ષણ
આ ક્ષણ
અને પેલ્લી અક્ષર લઈને આવે ક્ષણ.
અક્ષર પૂરો પડતાં પડતાં
મૃત કણ થૈને
ડૂબે મારા રણમાં.
એને સ્પર્શવા જઈએ,
એની ગંધ પારખવા જઈએ
ત્યારે સ્વપ્રપરીની જેમ
ઋજુતાથી ગ્રહે તર્જની
ને મમતાથી લૈ જાય
રણની ઢળતી ક્ષિતિજે.
ક્ષણ તે ક્ષણ
ઊડે હવામાં થૈ કણ કણ.
(‘ભીતરની ભીતરી ભીતર’, પૃ. ૨૯)