અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર દેસાઈ/શબદ

Revision as of 06:20, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબદ|સુધીર દેસાઈ}} <poem> રાત્રે જ્યારે મારું મકાન સરકીને સમુદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શબદ

સુધીર દેસાઈ

રાત્રે જ્યારે મારું મકાન સરકીને
સમુદ્રની વચ્ચોવચ્ચ ઊભું રહી જાય છે
ત્યારે અંધકારથી બચવા મીણબત્તી પેટાવી
બેસી જાઉં છું એની પાસે.
મીણબત્તીની ગરમીથી મકાન ઓગળવા માંડે છે
ને ગરમ થઈ પોચી પડે છે ભોંય.
સાગરની લહેરોને ભોંય ઉપર બેઠો-બેઠો
અનુભવી શકું છું હું.
મીણબત્તીના પ્રકાશ વગર
કાયમી ભૂતાવળ ધસી આવે છે
મને ચૂંથી નાખવા;
ને પ્રકાશમાં પીગળવા માંડે છે મકાન.
રાત્રીને દૂર કરવા માળામાં
પરોવ્યા કરું છું શબ્દો.
ઉખાડ્યા કરું છું ગમે ત્યાં
ચોંટી ગયેલા શબ્દો.
રાત્રિની દીવાલ બની ક્યારના
બેસી રહ્યા છે શબ્દો.