ધ્વનિ/યામિનીને કિનાર

Revision as of 14:46, 6 May 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યામિનીને કિનાર}} {{Block center|<poem> આછીધેરી પુર ઉપરની ધૂમ્રની ધૂંઘળીમાં ધીરેધીરે અરવ પગલે ઊતરે અંધકાર. લીલાં ભૂરાં નયનમધુરાં ખેતરો ને બીડોમાં વાંકી શિંગી, કૃષિક, દ્રુમ ને પંખીઓનાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યામિનીને કિનાર

આછીધેરી પુર ઉપરની ધૂમ્રની ધૂંઘળીમાં
ધીરેધીરે અરવ પગલે ઊતરે અંધકાર.
લીલાં ભૂરાં નયનમધુરાં ખેતરો ને બીડોમાં
વાંકી શિંગી, કૃષિક, દ્રુમ ને પંખીઓનાં અપાર
-થાક્યા જેવા લથડી નમતા ઘંટડીના સ્વરોમાં-
છાયાચિત્રો સજીવ રમતાં યામિનીને કિનાર.

ધીરે ધીરે નયનધન સૌ અંધકારે વિલાય,
ધીરે ધીરે શબદ શમતાં મૌન ઊંડું છવાય.
રે એ મૌને—ગહન ગરવી શાંતિએ-શાંય જાદુ?
હૈયે જાગે સ્વપનમય કો રાગિણીનાં તુફાન.
પૃથ્વીપેટે સ્કુરતી વહતી નિર્ઝરી જેમ સાદું
હોઠે આવી ફરકી ઝરતું મર્મરે રમ્ય ગાન.

ને ગાણાના ધ્વનિત પડઘા હોય ના એમ જાણે
વ્યોમે વ્યોમે તરલ ધવલા ફૂટતા તારલાઓ.
૬-૯-૩૮