ડામર ગોળી
રેશમિયા લૂગડામાં જઈને ડામરગોળી મૂકી રે
ડામરગોળી મૂકતાં કેટલા અવસરિયા ગઈ ચૂકી રે
આંખ્યુંની આ ગમાણમાંથી ખીલાસોતી ભાગી રે
આંસુની ગાયુંને કાને મોહનમોરલી વાગી રે
કાબરચીતરી ગાયું ચારી મોહન પાછા વળશે રે
મોહન પાછા વળશે એના વાવડ કોને મળશે રે
વાવડની વાવડીયું ચસકી મોહન રાતોમાતો રે
વાવડ પૂરતો જીવતો માણસ વાવડ થઈને જાતે રે
રેશમિયા લૂગડામાં જઈને ડામરગોળી મૂકી રે
ડામરગોળી મૂકતાં કેટલા અવસરિયા ગઈ ચૂકી રે
***