અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/स्तवन

Revision as of 07:49, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|स्तवन|લાભશંકર ઠાકર}} <poem> ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


स्तवन

લાભશંકર ઠાકર

ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મીન?
આભ વિના પંખી નવ જીવિ શબ્દ વિના હું દીન.
તુંય વિના હું કહિ પિરિ જીવું? અદીઠ અપરંપાર!
આશા મોટી તાહારી મુજનિ જીવું તુજ આધાર.
અહર્નિશિ તુજ સ્વર સાંભળતો તોય કશો હદબાર,
મુખનું મહોરું હઠાવી મોહન દિયો દરસ દરબાર!
ક્ષણુ એક તારા વિના ન ચાલે, અકળવિકળ તુજ ફંદ.
પલ પલ તુજને આરાધું શે, છૂટે ન તારો છંદ?