અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર મોદી/મનહરા!

Revision as of 11:42, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મનહરા!|મનહર મોદી}} <poem> સાચેસાચું બોલ, મનહરા! મણનું મોઢું ખોલ,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મનહરા!

મનહર મોદી

સાચેસાચું બોલ, મનહરા!
મણનું મોઢું ખોલ, મનહરા!
જીવતર કાણી ડોલ, મનહરા!
ખાવા લાગે ઝોલ, મનહરા!
અજવાળું અણમોલ, મનહરા!
પોતાને તું તોલ, મનહરા!
સુખને દુઃખથી ફોલ, મનહરા!
મોંઘા એના મોલ, મનહરા!
મીઠું મીઠું બોલ, મનહરા!
ઈશ્વરનું ઘર ખોલ, મનહરા!
(મનહર અને મોદી, પૃ. ૬૪)