નાટક વિશે/નિવેદન

Revision as of 12:54, 1 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નિવેદન

સ્વ. શ્રી. જયન્તિ દલાલના ત્રીજા સ્મૃતિપર્વ નિમિત્તે એમના નાટક વિશેના લેખોનો આ સંગ્રહ પ્રગટ થાય છે. આ ગ્રંથમાં ત્રણ વિભાગો પાડ્યા છે: પહેલા વિભાગમાં અભ્યાસ લેખો, બીજામાં નાટ્ય-કૃતિઓની સમીક્ષાઓ અને ત્રીજામાં પત્રો. શ્રી. દલાલનો નાટ્યપદાર્થ પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કરવામાં એમના અન્ય લેખસંગ્રહોની સાથે આ લેખસંગ્રહ પણ ઉપયોગી નીવડશે એવી સમજથી આ સંગ્રહ તૈયાર કર્યો છે. આશા છે કે અભ્યાસીઓને તે ઉપયોગી થશે.

અમદાવાદ
૨૦: ૮: ’૭૪

–સંપાદકો