અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/ચોમાસું

Revision as of 10:01, 14 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોમાસું|રઘુવીર ચૌધરી}} <poem> ધીમે ધીમે ઢળતી સાંજે વરસે છે ચોમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચોમાસું

રઘુવીર ચૌધરી

ધીમે ધીમે ઢળતી સાંજે
વરસે છે ચોમાસું

જાણે
ખેતરમાં આંબાના છાંયે
હેતભર્યા હૈયે ઊભેલી
માતાનાં ટમટમતાં આંસુ.
ડાળ ઉપર ફરકતા માળે
મળી રહે મમતાનો તાળો
પાંખોના પાલવથી ઢાંકી
બચ્ચાને દાણા ખવડાવે.

ભથિયારી માતાના દીકરા
નવા ચાસમાં દાણા વાવે.
મેઘરાજ રાજી થઈ આજે
વાદળ પર વાદળ છલકાવે.
બીજ બની ગઈ વીજ ધરાનું
આભ અચાનક ના ગરજાવે.
પળ પળ સીંચે આ ચોમાસું
વહે પ્રાણને માનાં આંસુ
કહે વાયુને
શરદપૂનમનાં મોતી થાશું.