સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/પ્રાણઊર્જા
સત્ય પણ એક પ્રકારની ઊર્જા છે. જ્યારે જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણી પ્રાણઊર્જા ક્ષીણ થાય છે. આજે કેટલાય સેવકોનો પ્રભાવ કેમ નથી પડતો? શું એમાં સમાજનો વાંક છે? લોહચુંબક જ્યારે પોતાનું ચુંબકત્વ ગુમાવી બેસે, ત્યારે પાસે પડેલી ટાંકણી પણ એના તરફ ખેંચાતી નથી. એમાં ટાંકણીનો શો વાંક? શિક્ષકત્વ ગુમાવી બેઠેલા શિક્ષકનો વિદ્યાર્થીઓ પર પ્રભાવ નથી પડતો. [‘ગાંધીનાં ચશ્માં’ પુસ્તક : ૨૦૦૬]